Listen

Description

વાસ્તવિકતા સંગ્રહ | ૯ જૂલાઇ ૨૦૨૧

સુવાર્તા વિશે અણગમતું બનો

પાસ્ટર ક્રિસ

વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું (ફિલિપી 3: 8)

જ્યારે આજે હું વિશ્વમાં ચાલી રહેલી કેટલીક બાબતોનું વિશ્લેષણ કરું છું, ત્યારે હું શાદ્રાખ, મેશાક અને અબેદનેગોની પ્રતિબદ્ધતાને યાદ કરું છું. તેઓએ રાજાને કહ્યું, “અમે તમારી સોનાની મૂર્તિને નમીશું નહીં.” અને રાજા ગુસ્સે થયો અને તેમને સળગતી ભઠ્ઠીમાં નાખવાની ધમકી આપી . પરંતુ તેઓએ હિંમતભેર જવાબ આપ્યો, “અમારા ઈશ્વર, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે. 18પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજાજી, આપે ખચીત જાણવુ, કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહિ, તેમ જ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહિ" (વાંચો દાનિયેલ 3).

તેઓ રાજાની મૂર્તિને નમવાનો ઇનકાર કરતા હતા કારણ કે તેઓને અપેક્ષા હતી કે ઈશ્વર તેમને છોડાવશે. તેમને આગથી બચાવવામાં આવશે કે નહીં તેનાથી તેમને કોઈ ફરક પડ્યો નહીં. ઈશ્વર પ્રત્યેની તેમની કટિબદ્ધતાને કારણે તેઓ તેમના વિશ્વાસ પર અડગ ઉભા હતા, તે વિશ્વાસ પ્રગટ કરતા કેવળ તેવોજ સાચ્ચા ઈશ્વર છે. આમ , આટલી ધાકધમકી હોવા છતાં, તેઓ ડગ્યા નહીં! શું ખાતરી છે!

દાનિયેલ સાથે પણ આવુજ કાંઈ બન્યું હતું. રાજા સિવાય અન્ય કોઈ પણ દેવને ત્રીસ દિવસ સુધી પ્રાર્થન કરવી નહિ એવું ફરમાન લાર્વામાં આવ્યું હતું.પરંતુ દાનિયેલ પ્રાર્થનામાં લાગુ રહ્યો; બાઇબલ કહે છે , જ્યારે તેને ખબર મળી કે  બહાર  પ્રાર્થનાકરવા પર  પ્રતિબંધ  કરતુ હુકમનામું પસાર કરવામાં આવ્યું છે , ત્યારે તેણે એ જાણીને કે નિરીક્ષકોતેના પર નઝર રાખી રહ્યા છે, તે પ્રાર્થનામાં લાગુ રહ્યો જેમ તે કરતો આવ્યો હતો ( દાનીયેલ 6: 6- 10 ).

રાજા દ્વારાપ્રસાર કરવામાં આવેલ ઘૃણાપાત્ર હુકમનામાં નો અસ્વીકારવાના લીધે, દાનીયેલને સિંહની ગુફાહમાં નાખવામાં આવ્યો હતો. ત્યાં કોઈ નોંધ નથી કે દાનીયેલએ સિંહની ગુફાહમાંથી મુકત થવા માટે પ્રાર્થના કરી; ઈશ્વરમાં વિશ્વાસ નકારવા કરતાં તે સિંહો દ્વારા ભસ્ક થઇ જવા માટે તૈયાર હતો. આ આપણા માટે ઉદાહરણ તરીકે સ્થાપિત છે.

આજે આપણી પરિસ્થિતિ તેનાથી જુદી નથી. જ્યારે કોઈએ જે કહ્યું છે તેના વિરુદ્ધ ઈશ્વરે જે કહ્યું છે તેની વાત આવે છે, ત્યારે પસંદગી કરવી તે મુશ્કેલ નથી; આપણાં માટે ત્યાં એક જ રસ્તો છે - ફક્ત ઈસુ! આપણે પ્રભુ ખ્રિસ્તની સેવા કરીએ છીએ. જ્યારે સુવાર્તાના તેડાની વાત આવે છે, જીવો અથવા મરો, આપણે પ્રભુઓ છીએ! હાલેલૂયાહ!

પાઉલે આપણી પ્રારંભિક કલમમાં તે જ કહ્યું હતું. ખ્રિસ્ત અને સુવાર્તાના સંદેશ વિશેની તમારી માન્યતા વ્યક્ત કરવા માટે ક્યારેય તમારી જાતને ક્ષમાશીલ, ડરાવેલા અથવા અચકાવું નહીં. આપણે તૈયાર રહેવાનું છે. આપણે તે લોકોના વંશમાંથી આવીએ છું જેમણે બધું જ આપી દીધું અને તેઓએ મુક્તિની વિનંતી કરી ન હતી; તેઓ વધુ સારું પુનરુત્થાન ઇચ્છતા હતા; એક વિજયી.

નિર્ભય, થઇ ને આવો; ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિશે હિંમત રાખો. સુવાર્તાના સત્યથી ખાતરી અને મજબૂત બનો અને હિંમતભેર તેનો ઉપદેશ આપો.

કબૂલાત : હું સુવાર્તાના સત્યથી ખાતરી અને ફરજમંદ છું, અને હું તેનો હિંમતથી ઉપદેશ કરું છું. હું ખ્રિસ્ત ઈસુની ઘોષણા કરવા માટે સતાવણી પામવાના ભયનો ઇનકાર કરું છું. આ વિશ્વમાં કંઈ પણ ખ્રિસ્ત પ્રત્યેના મારા પ્રેમ અને સુવાર્તાના જુસ્સાને નિરુત્સાહ કરી શકશે નહીં. હું તેનો હિંમતભેર દરેક જગ્યાએ ઉપદેશ કરું છું, અને તે મારી સાથે છે અને મારામાં છે, અને તેમના વચનની પુષ્ટિ, ચિન્હો દ્વારા કરે છે . ઈશ્વરની સ્તુતિ થાવ!

આગળ નો અભ્યાસ : 2 તિમોથી 3:12: પ્રેરિતોનાં કૃત્યો 20: 22-24 એએમપીસી