છત્તીસગઢના કોરબા જીલ્લાથી 60 કિ.મી દૂર આવેલું દેવપહરી નાનકડું ગામ છે. આજથી અઢાર વર્ષ પહેલા દેવપહરી પહોંચવું જાણે હિમાલય ચઢવા જેટલું કપરું હતું. ગામ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરી ત્રણ ત્રણ ખીણ પસાર કરવી પડતી હતી. ક્યારેક બે દિવસ લાગી જતા. દેવપહરી જ નહી લેમરુ, ડીડાસરાય, જતાડાડ સાથે કોરબા જીલ્લાના આ ચાલીસ ગામો સુધી પહોંચવા કોઇ પાકો માર્ગ કે સરકારી વાહન નહોતું.