દાદા જયંતીનો ઉત્સવ
મોરબીનો મઘમઘાટ…
અંતરમાં તરવરાટ…
તન-મનમાં થનગનાટ…
દાદાની આવી વર્ષગાંઠ ! (2)
ઉઠ્યો રે હર્ષનાદ
ઉજવીએ આ વર્ષગાંઠ
એકસો દસને ઉપર આઠ...
દાદાની આવી વર્ષગાંઠ ! (3)
મહાત્મા યજમાન... દુનિયા મહેમાન...
મા’ત્મા યજમાન, આખી દુનિયા મે’માન...
ઉમટ્યાં રે લોક જોવા નગરી મહાન…
ઊજવીએ પ્રાગટ્ય પૂર્ણ ભગવાન !
અમે ઊજવીએ પ્રાગટ્ય પૂર્ણ ભગવાન !
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (6)
લાખ્ખોને લાધી પોતાની પિછાણ... (2)
અક્રમની ઓથે ઉગી ઊજળી વિહાણ ! (3)
કરવા કલ્યાણ, જેણે રોક્યું નિર્વાણ ! (2)
એવા દાદા આ લોકે અલૌકિક પ્રમાણ ! (3)
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (6)
દ્રષ્ટિમાં બાઝી’તી માયાની જાળ...
મારા જીવતરને લાગી’તી ઝાંઝવાની ઝાળ !
મારા જીવતરને લાગી’તી ઝાંઝવાની ઝાળ ! (2)
દાદાએ ઓલાવી દીધો અંધાર !
દાદાએ… બુઝાવી… દીધો અંધાર…
દાદાએ ઓલાવી દીધો અંધાર ! (2)
અને પહેરાવી સત્ ના અજવાળાની માળ ! (2)
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (6)
ચરણોની ધૂળ હું, ને થઈ ગયો ગુલાલ ! (2)
મારા દાદાના દરબારે, પ્રેમથી નિહાલ ! (2)
હૃદિયાધિરાજ, મને તારો સરતાજ ! (2)
મારે આપના જ સાન્નિધ્યે સીઝવું છે રાજ ! (2)
આજ દાદા જયંતીનો ઉત્સવ કિલ્લોલ ! (8)
(** પ્રણાદ = સ્નેહનો અવાજ, વિહાણ = સવાર, ઓથ = પડછાયો, નિહાલ = સમૃદ્ધ, સરતાજ = સર્વોપરી)