Listen

Description

અમે સૌ જ્ઞાનીના પ્રેમે એવા રંગાઈએ,

જ્ઞાનીને જોઈ જોઈ એમના જેવા થઈએ !

જ્ઞાનીમાં મારું, ચિત્ત ઝલાયું રે...

હવે બીજાને ‘નો એન્ટ્રી’ !

ચિંતા ને સ્ટ્રેસ બધા ગાયબ થયા....

એમની સાથે રહ્યાં તો ખીલી ગયાં...

જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે તો, દુનિયા ભૂલી જઈએ !

વિષય-કષાયોને થાય ગુડ-બાય...

લાઇફને.. સાચી દિશા મળી જાય !

જ્ઞાનીનું મેગ્નેટ મને ખેંચી જાય...

એમનાથી... દૂર… મારે જાવું ના... !

સાથે ગાઓ ગીત આ, જ્ઞાની મારા દિલમાં, હું જ્ઞાનીનાં દિલમાં !

આવો સાથે ગાઓ ગીત આ, જ્ઞાની મારા દિલમાં, હું જ્ઞાનીનાં દિલમાં !

એક સુંદર સપનું મેં જોયું’તું...

જ્ઞાનીની સાથે રહેવાનું !

એક સુંદર સપનું મેં જોયું’તું...

જ્ઞાનીની સાથે રહેવાનું !

સપનું આજે સાકાર મારું પૂરું થયું,

ખુલ્લી આંખે એને હું જીવું!

સપનું આજે સાકાર મારું પૂરું થયું,

ખુલ્લી આંખે એને હું જીવું!

જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે તો, દુનિયા ભૂલી જઈએ !

આવો સાથે ગાઓ ગીત આ, જ્ઞાની મારા દિલમાં, હું જ્ઞાનીના દિલમાં !

આવો સાથે ગાઓ ગીત આ, જ્ઞાની મારા દિલમાં, હું જ્ઞાનીના દિલમાં !

જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાની સંગે રીટ્રીટમાં અમે તો, દુનિયા ભૂલી જઈએ ! (૨)