Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/831259 to listen full audiobooks.
Title: [Gujarati] - Ram - Ishvaku Na Vansh
Author: Amish Tripathi
Narrator: Manil Mehta
Format: Unabridged Audiobook
Length: 12 hours 11 minutes
Release date: December 25, 2021
Genres: Fantasy
Publisher's Summary:
રામરાજ્ય. આદર્શ ભૂમિ. પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી પડે છે. તેમણે એ કિંમત ચૂકવી છે. 3400 ઈસાપૂર્વ, ભારત. અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધથી કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનુ સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચરણમાં ગરકાવ થઈ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમને આ કળણમાંથી બહાર કાઢે. તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજુકુમાર કે જેનું નામ હતું રામ. દેશવાસીઓએ તેમને સતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતના દશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલા જ લડતા રહે છે. અંધકારની અંધાધૂંધી સામે, પોતાના ભાઈઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા રહે છે. શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દૂર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઊતરશે? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે? અમીશ સાથે આ નવી મહામુસાફરીનો પ્રારંભ કરો 'રામ ચંદ્ર શ્રેણીમાં.