Listen

Description

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/593297 to listen full audiobooks.
Title: [Gujarati] - Shyam Ekvar Aavone Aangane
Author: Dinkar Joshi
Narrator: Tushar Joshi
Format: Unabridged Audiobook
Length: 8 hours 14 minutes
Release date: April 2, 2022
Genres: Fantasy
Publisher's Summary:
આ જે ડી મજેઠીયા ના અવાજ માં દિનકર જોશી ની પુસ્તક શ્યામ એક વાર આવોને આંગણે ની ઓડિયો બુક છે કૃષ્ણને કોઈ ચોક્કસ આકૃતિમાં જોવા એ તો આપણા ચર્મચક્ષુઓની મર્યાદાનું પરિણામ છે. વાસ્તવમાં કૃષ્ણ એ એક નિતાંત ભાવના છે. ભાવનાનો આકાર ન હોય - માત્ર અનુભૂતિ હોય! માનવીના અંતઃસ્તલમાં કશુંક અમૂર્ત પામવાની જે અવિરત ઝંખના રહેલી છે એ જ તો કૃષ્ણ દર્શન છે. આ દર્શન પ્રાપ્ત થતું નથી અને અતૃપ્તિનો ઓડકાર માણસને વ્યગ્ર કરી મૂકે છે. તત્કાલીન આર્યાવર્તના પરમ પુરુષ શ્રીકૃષ્ણને પણ એમના આપ્તજનોએ કેવો અન્યાય ર્ક્યો હતો એનું આલેખન કરતી આ નવલકથા સહ્રદય ભાવકના અસ્તિત્વમાં ખળભળાટ પેદા કરી મૂકે છે. આ નવલકથા 'ગુજરાત સમાચાર' રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી. આ નવલકથા હિંદી ભાષામાં સાપ્તાહિક 'ધર્મયુગ' (મુંબઈ) તથા 'કર્મવીર' (ભોપાલ) માં ધારાવાહિક સ્વરુપે પ્રગટ થઈ હતી અને તેલુગુ ભાષામાં 'ઓકે સૂર્યાડુ' નામે હૈદરાબાદના અઠવાડિક 'આંધ્રપ્રભા' માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, બંગાલી, તેલુગુ, મલયાલમ ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.