Listen

Description

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/833928 to listen full audiobooks.
Title: [Gujarati] - Vishvamanav
Author: Jitesh Donga
Narrator: Kshitij Banker
Format: Unabridged Audiobook
Length: 11 hours 36 minutes
Release date: January 8, 2022
Genres: Literary Fiction
Publisher's Summary:
ગુજરાતી વર્તમાન સાહિત્યની એક અજોડ મોર્ડન ક્લાસિક કહી શકાય એવી બેસ્ટ-સેલર નવલકથા એટલે વિશ્વમાનવ. આ નવલકથા ગુજરાતી બેસ્ટ-સેલર લેખક જીતેશ દોંગાની પહેલી નવલકથા છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૬૦૦૦થી પણ વધુ નકલ વેંચાઈ ચુકી છે. રૂમી નામના એક બાળકની આ સફર છે. લેખક જીતેશ દોંગાની નવલકથાઓનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને -- એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે. આ નવલકથાના પાત્રો માત્ર ચાર છે. પ્રકરણ માત્ર ચાર છે. પરંતુ એની અંદરની ઘટનાઓ એવી છે જે ચાલીસ વર્ષ સુધી પણ વાંચકના મનમાંથી જાય નહીં. તમારી આંતરિક દ્રષ્ટિને એ જડમૂળમાંથી બદલાવી નાખે છે. આ તોફાન મચાવતી વાર્તા છે. એવા પણ કિસ્સા બનેલા છે કે વિશ્વમાનવ વાંચીને વાંચક બે-બે રાત્રી સુધી સુઈ ના શક્યા હોય. જીતેશ દોંગાની બે નવલકથાઓ 'વિશ્વમાનવ' અને 'નોર્થપોલ' ગુજરાતી સાહિત્યમાં અમર રહેશે. આપના પ્રિયજનને ગીફ્ટ કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક એટલે વિશ્વમાનવ.