Listen

Description

Gujarati - "The Two Roads".mp3 / "الغوجاراتية - "ال اثنين الطرق ".mp3 //

યોહાન 1જીવનનો શબ્દ1સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દ
1:1 હિબ્રૂ ભાષામાં ‘દાવાર;’ ગ્રીક ભાષામાં ‘લોગોસ;’: ઈશ્વરની સર્જનાત્મક અભિવ્યકાતિ. ગ્રીકોને સમજાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં યોહાન આ વિચાર રજૂ કરે છે.નું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. 
2. શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. 
3. તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી. 
4. શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. 
5. આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી.6. ઈશ્વરે પોતાના સંદેશવાહક યોહાનને મોકલ્યો. 
7. તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે. 
8. યોહાન પોતે એ પ્રકાશ ન હતો, પરંતુ પ્રકાશ વિષે તે સાક્ષી આપવા આવ્યો હતો. 
9. ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે.10. શબ્દ દુનિયામાં હતો. ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી; પણ દુનિયાએ તેને ઓળખ્યો નહિ. 
11. તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ. 
12. છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 
13 તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહિ પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરનાં બાળકો બન્યાં.14. શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.15. યોહાને તેના વિષે સાક્ષી આપતાં પોકાર્યું, “જેમના સંબંધી હું કહેતો હતો કે, જે મારા પછીથી આવે છે પણ મારાથી મહાન છે, અને મારા જન્મ અગાઉ હયાત હતા તે જ આ વ્યક્તિ છે.”16. તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે. 
17. ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં.18. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.